/connect-gujarat/media/media_files/2026/02/14/single-use-plastic-2026-02-14-17-56-05.jpg)
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે ચેકીંગ દરમિયાન જે તે દુકાનદારો કે લારી ધારકો જાહેરમાં ગંદકી ફેલાવતા હોય કે પ્રતિબંધિત 120 માઇક્રોનથી ઓછી જાડાઈની પાતળી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય તેવા ઇસમો પાસે સ્થળ ઉપર જ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
આ ઝુંબેશની કામગીરી દરમિયાન અંકલેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને સબ રજીસ્ટાર (જન્મ - મરણ) રઘુવીરસિંહ.જે.મહિડા, સેનેટરી વિભાગના સુપરવાઈઝર ગૌરાંગ ગોહિલ, પ્રકાશ સોલંકી અને મુકાદમ જયેશ ગુજ્જર હાજર હતા.
શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ હોટલો, દુકાનો, APMC માર્કેટ યાર્ડ, શાક માર્કેટ અને લારી ધારકોનુ સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.જે દરમિયાન પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા 4 ઇસમો પાસેથી કુલ - 24 કિલો અને 200 ગ્રામનો જથ્થો જપ્ત કરીને રૂપિયા 6300નો સ્થળ ઉપર વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત જે દુકાનદારો કે લારી ધારકો જાહેરમાં કચરો નાખીને ગંદકી કરતા હોય તેવા ચેકીંગ દરમિયાન 8 ઇસમો પાસેથી સ્થળ ઉપર રૂપિયા 1300 વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.