અંકલેશ્વર: ગડખોલ ગામની સીમમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળવાના મામલામાં હત્યાનો ગુનો દાખલ

ગડખોલ ગામની સીમમાં હાઈવેની બાજુમાં અવાવરી બિલ્ડિંગમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવનના મામલામાં બી ડીવીઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો 

New Update
Gadkhol Village Murder
અંકલેશ્વરના ગડખોલ ગામની સીમમાં હાઈવેની બાજુમાં અવાવરી બિલ્ડિંગમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવનના મામલામાં બી ડીવીઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો 
Advertisment
ગત તારીખ-૧૦મી જાન્યુઆરીના રોજ ગડખોલમાં ખંડેર બિલ્ડીંગમાંથી અર્ધનગ્ન હાલતમાં અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી.રખડતાં શ્વાનોએ અજાણ્યા ઈસમનો ચહેરા અને અન્ય કેટલોક ભાગ ફાડી ખાતા પોલીસ તપાસ પડકારરૂપ બની હતી બી ડિવિઝન પોલીસે મૃતદેહને ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખેસેદ્વામાં આવ્યો હતો.
તબીબી પેનલ હેઠળ પીએમ કરાવવામાં આવ્યું હતું.પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં મૃતકને માથાના ભાગે બોથડ પ્રદાર્થ વડે ગંભીર ઈજા કરી પુરાવાના નાસ કરવા તેને બિલ્ડીંગ ઉપરથી નીચે ફેંકી દઈ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.બી ડીવીઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories