અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા રૂ.30 લાખના ખર્ચે 2 નાળાનું વિસ્તરણ શરૂ કરાયુ, પદાધિકારીઓએ કર્યું સ્થળ નિરીક્ષણ

અંકલેશ્વરના પીરામણનાકાથી નવીનગરીને જોડતા માર્ગ પર આવતા બે નાળાને વિસ્તારવાની કામગીરી અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શરૂ કરવામાં આવી....

author-image
By Connect Gujarat Desk
New Update
  • અંકલેશ્વર નગર સેવા સદનની કામગીરી

  • 2 નાળાનું કરાશે વિસ્તરણ

  • રૂ.30 લાખનો કરવામાં આવશે ખર્ચ

  • વોર્ડ નંબર 4 અને 5નો માર્ગ

  • કામગીરી વહેલીપૂર્ણ થાય એવી માંગ

અંકલેશ્વરના પીરામણનાકાથી નવી નગરીને જોડતા માર્ગ પર આવતા 2 નાળા પહોળા કરવાની કામગીરી નગર સેવા સદન દ્વારા શરૂ કરવામાં આવી છે.રૂ.30 લાખના ખર્ચે આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

અંકલેશ્વરમાં હાલ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન GUDC દ્વારા ઠેર ઠેર ગટર લાઈનની કામગીરી ચાલી રહી છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર ચારથી પાંચને જોડતા માર્ગ પર પણ ખોદકામની કામગીરી કરવામાં આવી રહી છે અંકલેશ્વરના પીરામણનાકાથી નવીનગરીને જોડતા માર્ગ પર આવતા બે નાળાને વિસ્તારવાની કામગીરી નગર સેવા સદન દ્વારા શરૂ કરવામાં આવી છે.

આ કામગીરીનું નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કલોડિયા તેમજ સ્થાનિક નગરસેવકોએ નિરીક્ષણ કર્યું હતું.રૂપિયા 30 લાખના ખર્ચે નાળા પહોળા કરવામાં આવશે.આ કામગીરી આગામી એક મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે કે અંકલેશ્વરમાં ચાલી રહેલી કામગીરીના કારણે ઠેર ઠેર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આ કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવે તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે.

Latest Stories