New Update
આજે તારીખ 25મી જાન્યુઆરી
રાષ્ટ્રીય મતદાતા દિવસ
અંકલેશ્વરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાય
અધિક કલેકટર એન.આર.ધાંધલ રહ્યા ઉપસ્થિત
નવા મતદારોને EPIC કાર્ડનું વિતરણ કરાયુ
અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી
ભારતના ચૂંટણી પંચના ૬૧મા સ્થાપના દિવસે, એટલે કે તા.૨૫મી જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ 'રાષ્ટ્રીય મતદાતા દિવસ'ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આ દિવસને “રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે જેની ઉજવણીનો સૌથી મોટો ઉદ્દેશ દેશના મતદારોને મતદાન અંગે જાગૃત કરવાનો છે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે કરવામાં આવી હતી.મતદાન જાગૃતિ માટે વિવિધ કેટેગરીમા શ્રેષ્ઠ કામગીરી કરનાર નાયબ મામલતદાર, શ્રેષ્ઠ બી.એલ.ઓ સુપરવાઈઝર, શ્રેષ્ઠ બી.એલ.ઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નવા મતદારોને EPIC કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ મતદાર જાગૃતિ અંગે ની ટૂંકી ફિલ્મ નિહાળવામાં આવી હતી.આ પ્રસંગે અધિક કલેકટર એન.આર.ધાંધલ,પ્રાંત અધિકારી ભાવદીપસિંહ જાડેજા,મામલતદાર કરણસિંહ રાજપૂત અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories