અંકલેશ્વર: સંસ્કારદીપ શાળામાં માતૃપૂજનના કાર્યક્રમ સાથે નવરાત્રીનો કરાયો પ્રારંભ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સંસ્કારદીપ શાળા દ્વારા નવરાત્રી નિમિત્તે માતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા

New Update

માતાજીની ભક્તિના પર્વ નવરાત્રીનો પ્રારંભ

સંસ્કારદીપ શાળામાં યોજાયો કાર્યક્રમ

માતૃપૂજનના કાર્યક્રમનું આયોજન

વિદ્યાર્થીઓએ તેઓની માતાનું કર્યું પૂજન

આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સંસ્કારદીપ શાળા દ્વારા નવરાત્રી નિમિત્તે માતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા
જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલયમાં નવદુર્ગા મિત્ર મંડળના સહયોગથી માતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતી બા રાઓલ,નવદુર્ગા મિત્રમંડળના પ્રમુખ ભગવાન પટેલ શાળાના ટ્રસ્ટી એન. કે.નાવડીયા,માનદ મંત્રી હિતેન આનંદપુરા, ખજાનચી ગીતા શ્રી વત્સન,ઇન્ચાર્જ કેમ્પસ ડિરેક્ટર દીપ્તિ ત્રિવેદી, નરેશ પુજારા, ઇન્ચાર્જ પ્રિન્સિપલ રૂપા નેવે તેમજ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થીઓ દ્વારા તેમની માતાનું પૂજન કરી નવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રીમાં માતાજીની આરાધના કરવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓએ તેમની શક્તિ  સમાન માતાઓનું પૂજન અર્ચન કર્યું હતું
#Gujarat #Ankleshwar #Matrupujan #Sanskardeep School
Here are a few more articles:
Read the Next Article