JCI અંકલેશ્વરનો શાપથગ્રહણ સમારોહ યોજાયો
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરાયુ આયોજન
નવા પ્રમુખ અને તેમની ટીમની કરાય જાહેરાત
નવા પ્રમુખ તરીકે નિમિષા મોદીએ શપથ ગ્રહણ કર્યા
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
જે.સી.આઈ.અંકલેશ્વર દ્વારા નવા પ્રમુખ તરીકે જેસી નિમિષા મોદી અને તેઓની ટીમના સભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ સેન્ટર ખાતે ૪૧મો એવોર્ડ બેન્કવેટ અને ૪૨મો જે.સી.આઈ.ગવર્નીંગ બોર્ડના પ્રમુખનો શપથ ગ્રહણ વિંગ ચેરમેન જે.જે. સુહાની જોશીની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો હતો.
જેમાં જે.સી.આઈ ઇન્ડીયાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઈંસ્ટોલેશન ઓફિસર જે.સી. દીપક નહારે જે.સી.આઈ.ગવર્નીંગ બોર્ડના પ્રમુખ તરીકે જેસી નિમિષા મોદી અને તેઓની ટીમના સભ્યોએ શપથ લેવડાવ્યા હતા.જયારે એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શોફ્ટ શીપ યાર્ડના એલેક્સ અરોકીયા રાજ,ઝોન ચેરમેન સદય જોશી,ઝોન વાઈસ પ્રેસિડેન્ટ સાહિલ દેસાઈ,ઝોન પ્રમુખ કિંજલ શાહ અને ધર્મ એન્જીનીયરીંગના સી.ઈ.ઓ.રામપ્રસાદ યાદવ,સાંઈ એન્ટર પ્રાઈઝના સ્થાપક શશી ભૂષણ સહાય તેમજ જે.સી.આઈના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.