New Update
અંકલેશ્વરમાં તંત્રની કાર્યવાહી
નોટીફાઇડ એરીયા ઓથો.ની કાર્યવાહી
બાકીદારો સામે તવાઈ બોલાવવામાં આવી
4 દુકાનો કરવામાં આવી સીલ
બાકી પડતા વેરાની ભરપાઈ ન કરાતા કાર્યવાહી
અંકલેશ્વર નોટીફાઇડ એરીયા ઓથોરિટી દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ કડક બનાવવામાં આવી છે બાકી પડતા વેરાની ભરપાઈ ન થતા 4 દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી.
અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ઓથોરિટીએ ટેક્સ બાકીદાર વિરુદ્ધ કડક વલણ અપનાવતા મંગળવારે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી હતી. ફિકોમ ચોકડી સ્થિત પાર્થ કોમ્પ્લેક્સમાં આવેલી ચાર દુકાનદારો દ્વારા લાંબા સમયથી વેરાની ભરપાઈ ન કરાતા અધિકારીઓએ સીલિંગની કાર્યવાહી કરી હતી. 4 દુકાનોનો કુલ રૂ. 10 લાખ જેટલો વેરો બાકી હોવા છતાં સંબંધિત દુકાનધારકોએ ચુકવણી ન કરતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
કોઈ અનિરછનીય બનાવ ન બને એ માટે પોલીસ કાફલો સાથે રાખવામાં આવ્યો હતો. આ અંગે નોટીફાઇડ એરિયા ઓથો.ના ચીફ ઓફિસર ચિંતન પટેલે જણાવ્યુ હતું કે બાકી રહેલો વેરો તાત્કાલિક નહીં ભરનાર સામે કડક પગલાં લેવામાં આવશે આથી તમામ બાકીદારોને તાકીદે વેરાની ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.