અંકલેશ્વર : ઈદ-ઉલ-અઝહા નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ વિશેષ નમાઝ અદા કરી, એકમેકને ઈદની શુભકામનાઓ પાઠવી...

ઈસ્લામ ધર્મના પ્રમુખ તહેવારો પૈકી એક ઈદ-ઉલ-અજહા એટલે કે, બકરી ઈદનો તહેવાર હોય છે. આ દિવસે બકરાનું બલિદાન આપવામાં આવતું હોવાથી આ પર્વને કુરબાનીના પર્વ તરીકે ઓળખવામાં આવે છે. 

New Update
  • આજે ઈદ-ઉલ-અઝહાની ઠેર ઠેર ઉજવણી કરાય

  • મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરાય

  • ઇદગાહ મેદાન અને મસ્જિદોમાં નમાઝ અદા કરી

  • દેશમાં ઉન્નતિ અને ભાઇચારા માટે નમાઝ અદા કરી

  • એકબીજાને ઈદના પર્વની શુભકામનાઓ પાઠવાય

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર અને તાલુકામાં મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરી હતી. આ સાથે જ ઇદની વિશેષ નમાઝ અદા કરી એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવી હતી.

ઇસ્લામિક કેલેન્ડર મુજબ મુસ્લિમ સમુદાયના મોટાભાગના લોકો જુલ-હિજજાહ મહિનામાં હજ કરે છે. મક્કાની વાર્ષિક હજ યાત્રા ઈદ-ઉલ-અજહાના દિવસે સમાપ્ત થાય છે. બકરી ઇદ અથવા ઈદ-ઉલ-અજહા જુલ-હિજ્જાના 10મા દિવસે ઉજવવામાં આવે છે. ઈસ્લામ ધર્મના પ્રમુખ તહેવારો પૈકી એક ઈદ-ઉલ-અજહા એટલે કેબકરી ઈદનો તહેવાર હોય છે. આ દિવસે બકરાનું બલિદાન આપવામાં આવતું હોવાથી આ પર્વને કુરબાનીના પર્વ તરીકે ઓળખવામાં આવે છે. 

ત્યારે અંકલેશ્વર શહેરના ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ સૌપ્રથમ ફજરની નમાઝ અદા કરી હતી. ત્યારબાદ ઇદના દિવસે પઢવામાં આવતી વિશેષ ઇદની નમાઝ અદા કરવામાં આવી હતી. આ સાથે જ દેશમાં ઉન્નતિ અને ભાઇચારો બની રહે તે માટે એકમેકને શુભકામનાઓ પાઠવી હતી.

Latest Stories