New Update
ભરૂચ એલસીબીએ કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી કુલ રૂપિયા 69 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવાના મામલામાં વધુ એક આરોપીની સુરતથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલામાં અત્યાર સુધી કુલ 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે
ગત તારીખ-૨૩મી ઓગસ્ટના રોજ સુરતના મગદલ્લા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે દહેજ ખાતે લઈ જવાતા ઈમ્પોર્ટેડ કોલસાની ટ્રક અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રોકી તેમાંથી કોલસાની ચોરી કરવામાં આવી રહી છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
દરોડા દરમ્યાન પોલીસે ગોડાઉનમાંથી 6.21 લાખનો 90 ટન કોલસો 4 ટ્રક, કાર અને મોબાઈલ મળી રૂ.69.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.મામલામાં શ્યામ એન્ટરપારાઇઝ ટ્રેડીંગમાં કરશન રંગપરા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમપોટેડ કોલસો કાઢી લઈ અને ગોડાઉનમાંથી કોલસા સાથે થાનની કાળી માટી અને ફલાયસ મીક્ષ કરી કોલસાની ચોરી કરતા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસે અગાઉ સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ મામલે વધુ એક આરોપી શૈલેષ ગંઢીયાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલામાં અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે
Latest Stories