અંકલેશ્વર :ONGC કોલોની રાવણ,મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન, ભવ્ય આતાશબાજીથી આકાશ ઝગમગ્યુ

આજરોજ વિજયાદશમીના પર્વ નિમિત્તે અંકલેશ્વર ONGC કોલોની ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાવણ મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું

New Update
વિજયાદશમીના  અવસરની કરાય ભવ્ય ઉજવણી
અંકલેશ્વર ONGC કોલોની ખાતે ભવ્ય રામલીલા યોજાય
રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરાયું
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
ભવ્ય આતાશબાજીથી આકાશ ઝગમગ્યુ
આજરોજ વિજયાદશમીના પર્વ નિમિત્તે અંકલેશ્વર ONGC કોલોની ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાવણ મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીની પુર્ણાહુતી સાથે જ  દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરી લોકો પોતાનામાં રહેલા અહંકારને પણ દૂર કરે છે.એકતાના ભાવ સાથે દશેરાના તહેવાની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વર શહેરની ONGC કોલોની ખાતે રામલીલા સહિત  રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. ઉત્તર ભારતીય સમાજ દ્વારા અહીં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાવણના 46 ફૂટ ઊંચા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કુંભકર્ણના 45 ફૂટ ઊંચા અને મેઘનાદના 45 ફૂટ ઊંચા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની ONGC કોલોની ખાતે છેલ્લા 48 વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે, ત્યારે આજે દશેરા પર્વ પર અસત્ય પર સત્યની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
Latest Stories