અંકલેશ્વર: પાનોલી પોલીસે બાઈક ચોરીના ગુનામાં દંપતી સહિત 3 આરોપીઓની કરી ધરપકડ, લગ્નપ્રસંગમાં કરતા હતા બાઈક ચોરી

અંકલેશ્વરના પાનોલી પોલીસ સ્ટેશનના સ્ટાફે બાઈક ચોરી કરતા એક દંપતી સહિત ત્રણેય શખ્સોને સુરતના સાયણ ખાતેથી ઝડપવામાં સફળતા મેળવી છે.....

New Update
  • અંકલેશ્વરની પાનોલી પોલીસને મળી સફળતા

  • બાઈક ચોરીના 4 ગુનાનો ભેદ ઉકેલાયો

  • પતિ પત્નિ સહિત 3 આરોપીઓની ધરપકડ

  • લગ્ન પ્રસંગ દરમ્યાન કરતા હતા બાઈક ચોરી

  • રૂ.2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

અંકલેશ્વરની પાનોલી પોલીસે બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલ પતિ પત્ની સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીઓ લગ્ન પ્રસંગમાં નાચવાના બહાને જતા હતા અને ત્યાંથી બાઈક ચોરીના ગુનાને અંજામ આપતા હોવાનું બહાર આવ્યું છે.
અંકલેશ્વરના પાનોલી પોલીસ સ્ટેશનના સ્ટાફે બાઈક ચોરી કરતા એક દંપતી સહિત ત્રણેય શખ્સોને સુરતના સાયણ ખાતરથી ઝડપવામાં સફળતા મેળવી છે. આરોપી અમન મૂલતાની અને તેની પત્ની આરતી મૂલતાની લગ્નપ્રસંગે નાચવા જવાના બહાને વિવિધ પ્રસંગોમાં પહોંચતા અને ત્યાં આવેલા મહેમાનોની બાઈક પર નજર રાખતા. પ્રસંગ દરમિયાન અવરજવર વધી જાય ત્યારે સમયનો લાભ લઈ બંને બાઈક ચોરી કરતા હતા. દંપતી સાથે તેમની સાગરીત ગૌતમ પઠારે પણ ચોરીની આ કામગીરીમાં સંકળાયેલ હતો.
ત્રણેય આરોપીઓએ મળીને સુરત જિલ્લાના કોસંબા અને પલસાણા વિસ્તાર ઉપરાંત અંકલેશ્વર વિસ્તારમાં બાઈક ચોરીના કુલ ચાર ગુનાઓને અંજામ આપ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન આ તમામ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.આરોપી ગૌતમ પઠારે વિરુદ્ધ અગાઉ પ્રોહીબિશનના પણ ગુના નોંધાઇ ચુક્યા છે.સુરતના ઓલપાડના ભારૂડી ગામે રહી ત્રણેય બાઈક ચોરી કરવા માટે નિકળતા હતા.પોલીસે આરોપીઓ પાસેથી ચાર બાઈક મળી કુલ રૂ. 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પાનોલી પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે કે આરોપીઓ અન્ય કોઈ ચોરીના બનાવોમાં પણ સંકળાયેલા છે કે કેમ.
Latest Stories