/connect-gujarat/media/media_files/2025/06/23/ravidra-village-2025-06-23-18-46-00.jpg)
અંકલેશ્વરના પાનોલી પોલીસે રવિદ્રા ગામેથી પત્તા પાનાનો જુગાર રમતા જુગારીઓને 72 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.જ્યારે 5ને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાનાં પાનોલી વિસ્તારમાં રવીદ્રા ગામે કેટલાક ઇસમો પત્તા પાનાનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી.
પોલીસે જુગાર રમતા રતિલાલ વસાવા,શૈલેષ વસાવા, ગોમાન વસાવાને ઝડપી પાડ્યા હતા.જ્યારે અન્ય ઇસમો ફરાર થઈ જતાં પોલીસે 5ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ રેડમાં ત્રણ જુગારીઓ સાથે રૂપિયા 72,260નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.