અંકલેશ્વર: પાનોલી પોલીસે વોલ્વો લકઝરી બસમાં થતી વિદેશી દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ, રૂ.12.14 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચની પાનોલી પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ તરફ જાતિ વોલ્વો લક્ઝરી બસમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વર બાજુ જનાર છે

New Update
  • અંકલેશ્વરની પાનોલી પોલીસને મળી સફળતા

  • વોલ્વો લકઝરી બસમાં થતી હતી વિદેશી દારૂની હેરાફેરી

  • મુંબઈથી અમદાવાદ જઈ રહેલ બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

  • દારૂ અને બસ મળી રૂ.12.14 લાખનો મુદ્દામાલ જપ્ત

  • બે આરોપીની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર નજીક હાઇવે પર લેન્ડમાર્ક હોટલના કમ્પાઉન્ડ પાસે સર્વિસ રોડ ઉપરથી વોલ્વો લક્ઝરી બસમાં લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે ચાલક-ક્લીનરને પાનોલી પોલીસે ઝડપી પાડ્યો હતો 
ભરૂચની પાનોલી પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ તરફ જાતિ વોલ્વો લક્ઝરી બસમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વર બાજુ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર હાઇવે ઉપર લેન્ડ માર્ક હોટલના કમ્પાઉન્ડ પાસે સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમી વાળી લક્ઝરી બસ આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા પાછળની ડીકીમાં પાર્સલની આડમાં સંતાડેલ વિદેશી દારૂની ૧૧૪ નંગ બોટલ મળી ૧૪ હજારથી વધુનો દારૂ અને બસ મળી કુલ ૧૨.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રાજસ્થાનના આશાપુરા તાલુકાના ઇન્દોડા ખાતે રહેતો નવીન રામજી પટેલ,જગદીશચંદ્ર પ્યારચંદ્ર આચાર્યને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.