અંકલેશ્વર: બકરી ઇદ અને રથયાત્રાના પર્વને અનુલક્ષી શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની યોજાય બેઠક

અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • શહેર પોલીસ મથક ખાતે આયોજન કરાયું

  • શાંતિ સમિતિની બેઠક યોજાઇ

  • તહેવારોને ધ્યાને રાખી બેઠકનું આયોજન

  • હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા

અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી.
જગન્નાથ રથયાત્રા અને બકરી ઇદના તહેવારો શાંતિ ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં કોઈપણ અનિચ્છનીય ઘટના કે સોશ્યલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરતા પહેલા તેની ખરાઈ કરવા સાથે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.આ બેઠકમાં નગર પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત,શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના,મુસ્લિમ સમાજના આગેવાન વસીમ ફડવાલા સહિતના હિન્દૂ-મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories