New Update
/connect-gujarat/media/media_files/2025/04/27/sWcV0iO0anQucoqyWNU3.jpg)
અંકલેશ્વરમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો જીવનના જોખમે ડ્રાઇવિંગ કરી રિલ્સ બનાવતા હોય છે ત્યારે બેફામ ડ્રાઇવિંગ કરી અન્ય લોકોના જીવને જોખમમાં મૂકનાર બે પિકઅપ ચાલકોનો વિડીયો સામે આવ્યો છે.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર બે પીકઅપ ચાલકો જોખમી રીતે ડ્રાઇવિંગ કરતા નજરે પડ્યા હતા. નેશનલ હાઇવે નંબર 48 પર બન્ને પીકઅપ ચાલકે હાઈવે પર જાણે રેસ લગાવવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પીકઅપ ચાલકોનું જોખમી રીતે ડ્રાઇવિંગ ભયાનક અકસ્માત માટે કારણ બની શકે છે ત્યારે પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે.