New Update
નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી
ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ
ગરબા કલાસીસમાં કરી રહ્યા છે પ્રેક્ટિસ
અવનવા સ્ટેપ શીખવામાં આવી રહ્યા છે
ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ માચાવશે ધૂમ
વિશ્વના સૌથી મોટા નૃત્યોત્સવ નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં ખેલૈયાઓ વિવિધ ગરબા ક્લાસીસોમાં અવનવા સ્ટેપની પ્રેક્ટિસ કરી રહ્યા છે.
જગતજનની મા જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓમાં થનગાટ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરમાં ચાલતા વિવિધ ગરબા ક્લાસીસમાં ખેલૈયાઓ અવનવા સ્ટેપ શીખી રહ્યા છે. નવરાત્રીના નવ દિવસ વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર યુવાધન હીલ્લોળે ચડશે ત્યારે તેઓ દ્વારા અંતિમ તબક્કાની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે.ખેલૈયાઓ દ્વારા ગરબા ક્લાસીસમાં પરસેવો વહાવવામાં આવી રહ્યો છે અને નવરાત્રિના નવ દિવસ ગરબે ઘૂમી માતાજીની ભક્તિ સાથે આરાધનામાં લીન બનશે. નવલા નોરતાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Latest Stories