અંકલેશ્વર: વાલિયા ચોકડી નજીક જીવંત વીજતાર સાથે પોલ ધરાશયી, 2 વાહનોમાં નુકશાન

વીજ પોલ તૂટી પડતા ત્યાં પાર્ક કરાયેલા બે મોપેડને ભારે નુકસાન પહોંચ્યું છે.જીવંત વીજ તાર સાથે પોલ ધરાશયી થતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ

New Update
  • અંકલેશ્વરમાં બની ઘટના

  • વાલિયા ચોકડી નજીકની ઘટના

  • જીવંત વીજતાર સાથે પોલ ધરાશાયી

  • 2 વાહનોમાં નુકશાન, મોટી દુર્ઘટના ટળી

અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક  અચાનક વીજ પોલ પડવાની ઘટના બની હતી.વીજ પોલ ધરાશયી થતા 2 મોપેડમાં નુકશાન પહોંચ્યું હતું. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક રવિકિરણ કોમ્પ્લેક્સ પાસે માર્ગ પર આવેલો વીજ પોલ તૂટી પડતા ત્યાં પાર્ક કરાયેલા બે મોપેડને ભારે નુકસાન પહોંચ્યું છે.જીવંત વીજ તાર સાથે પોલ ધરાશયી થતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.
સદનસીબે ઘટના સમયે કોઈ વાહનચાલક કે રાહદારી પોલની નીચે ન આવતા મોટી જાનહાનિ ટળી હતી.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વીજ પોલ જૂનો અને જર્જરિત હાલતમાં હતો, છતાં સમયસર તેની મરામત કરવામાં આવી નહોતી. ઘટનાની જાણ થતાં વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને પોલ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો.આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક જોખમી વીજ પોલના સમારકામની માંગ કરવામાં આવી છે.
Latest Stories