New Update
/connect-gujarat/media/media_files/2025/12/03/foreign-liquor-case-seize-2025-12-03-12-48-14.jpg)
અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે દારૂની ખેપ મારવા આવેલ ઈસમને ગત તારીખ 21મી સપ્ટેમ્બરના રોજ ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી દારૂની બોટલ, મોબાઈલ તેમજ ઇનોવા કાર મળીને કુલ રૂ. ૩.૭૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કારમાં બેસેલ રીંકુ રામુ વસાવા નામના ઈસમની અટકાયત કરી હતી જ્યારે અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસે આ મામલામાં દારૂનો જથ્થો ભરી આપનાર ઝગડીયા તાલુકાના નાના સાંજા ગામના અલ્પેશ વસાવા અને ઠાકોર વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ છેલ્લા 3 માસથી ફરાર હતા જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories