New Update
/connect-gujarat/media/media_files/ARNErzcJuifVOgN1ZQ98.jpeg)
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઘરેલુ હિંસા અને દહેજ પ્રતિબંધક ધારાના ગુનામાં સંડોવાયેલ મહિલાને ઝડપી પાડી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. પી.જી.ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ઘરેલુ હિંસા અને દહેજ પ્રતિબંધક ધારાના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 13 વર્ષથી નાસ્તા ફરતા આરોપી પોતાના ઘરે હાજર છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પીરામણ નાકા સ્ટેશન રોડ ઉપર રહેતી નયનાબેન રમણ પટેલને ઝડપી પાડી હતી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Latest Stories