અંકલેશ્વર: ચોરીના બકરા સુરત ખાતે વેચવા જતા ઇસમની એક્સપ્રેસ હાઇવે પરથી પોલીસે કરી ધરપકડ

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે ઉપરથી પોલીસે નડિયાદથી સુરત ચોરી કરેલ બકરાઓનું વેચાણ કરવા જતાં નડિયાદના ચકલાસી ભાગોળ ખાતે રહેતો રાહુલ હસમુખ તળપદાને ઝડપી પાડ્યો

New Update
ankleshwar police
અંકલેશ્વરના અંદાડા ગામના બોરિંગ ચોક વિસ્તારમાંથી ચોરી થયેલ ચાર બકરા સાથે બી ડિવિઝન પોલીસે નડિયાદના ઇસમને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના અંદાડા ગામના બોરિંગ ચોકમાં રહેતા રજનીકાંત રમેશભાઈ પટેલ અને તેઓના પાડોશી દિપાબેન ધર્મેશ પટેલએ પોત પોતાના ઘર પાસે પોતાના બકરાઓ બાંધ્યા હતા. તે સમયે બપોરે અજાણ્યા ઈસમો ત્રાટકી બંને પશુ પાલકોના ચાર બકરા મળી કુલ 20 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ચોરી અંગે અંકલેશ્વર ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે સમયે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે ઉપરથી પોલીસે નડિયાદથી સુરત ચોરી કરેલ બકરાઓનું વેચાણ કરવા જતાં નડિયાદના ચકલાસી ભાગોળ ખાતે રહેતો રાહુલ હસમુખ તળપદાને ઝડપી પાડ્યો હતો.જ્યારે પશુ ચોરીમાં સંડોવાયેલ અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
Latest Stories