New Update
/connect-gujarat/media/media_files/2025/11/24/gamblers-arrest-2025-11-24-11-14-55.jpg)
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓને બાતમી મળી હતી કે અંકલેશ્વરના આંબોલી ગામે કાંતિ ટેકરા ખાતે કપાસના ખેતરની બાજુમાં જુગારગામ ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે દરોડા પાડતા 5 જુગારીયાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 15,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલામાં પોલીસે રવિભાઇ રમેશભાઇ વસાવા રહે આંબોલીગામ, સંજયભાઈ વેચાણભાઈ વસાવા રહે, બોઈદરા કોલોની બોઇદરા,અક્ષયભાઇ મહેશભાઈ વસાવા રહે ડેરી ફલીયુ આંબોલીગામ, અલ્પેશભાઇ ગોકુળભાઈ વસાવા રહે કાંતી ટેકરો આબીલીગામ અને અલ્પેશભાઇ કીકાભાઈ ઓડ રહે બોઇદરા કોલોની બોઇદરાગામ તા.અંકલેશ્વરની ધરપકડ કરી હતી.
Latest Stories