અંકલેશ્વર: સામોર ગામની સીમમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 644 નંગ બોટલ મળી કુલ 72 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી

Police seized foreign liquor
New Update
અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસે સામોર ગામની સીમમાં ખેતરની વાડના ઓથમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડો.કુશલ ઓઝા દ્વારા જીલ્લામા પ્રોહિબિશન જુગારની અસામાજીક પ્રવુતી ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચનાને આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ વી.કે.ભુતીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફને બાતમી મળી હતી કે સામોર ગામની સીમમાં ઝોરા વગામાંથી રોડને અડીને આવેલ ખેતરની વાડના ઓથમાં કોઈક ઇસમે વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 644 નંગ બોટલ મળી કુલ 72 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
#Samor Village #અંકલેશ્વર સમાચાર #અંકલેશ્વર પોલીસ #સામોર ગામ #વિદેશી દારૂ #Ankleshwar police
Here are a few more articles:
Read the Next Article