અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે આંબોલી ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો,રૂ. 6.69 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આંબોલી ગામની સીમમાં  ખેતરમાં વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું

New Update
Amboli Village
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે આંબોલી ગામની સીમમાં ખેતરમાં વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલાં જ પોલીસે એન્ટ્રી પાડી 6.69 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આંબોલી ગામની સીમમાં  ખેતરમાં વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 840 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 4 લાખનો દારૂ અને 2.50 લાખની ઇક્કો કાર મળી કુલ 6.69 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ભરૂચના ત્રણ કુવા નવી નગરીમાં રહેતો કૈલાષ  ઉર્ફે લાલો જહાભાઈ વસાવા અને તેના મિત્ર યુવરાજ ફતેસિંહ બારૈયાને ઝડપી પાડ્યો હતો.
જ્યારે વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા દારૂનો જથ્થો આંબોલી ગામના અરવિંદ ઉર્ફે અચીન ગોમાન વસાવાના કહેવાથી પાંજરોલી ગામની સંધ્યા પટેલ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે અરવિંદ વસાવાને વોન્ટેડ કર્યો હતો.જ્યારે મહિલા બુટલેગરના નામનો ઉલ્લેખ જ ફરિયાદમાં કર્યો હોવાથી ચર્ચાનો વિષય બન્યો છે.
Latest Stories