New Update
/connect-gujarat/media/media_files/2024/12/19/WgsNVoArZp8FiHXVc433.jpg)
transfomar Photograph: (transfomar)
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આત્મીય રેસીડેન્સી નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં ગત રાત્રીના અચાનક આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખરાયો હતો. આ અંગેની જાણ થતાની સાથે જ વીજ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.