અંકલેશ્વર: GIDC પોલીસે સારંગપુરના ગોમતી નગરમાં દરોડા પાડી વિદેશી દારૂ સહિત રૂ.4.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
અંકલેશ્વર સારંગપુર ગામના ગોમતી નગરમાં વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા જ જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો અને બે વાહનો મળી કુલ ૪.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહીત બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા.