New Update
અંકલેશ્વરના દઢાલ ગામ ખાતે આયોજન
પ્રસાશન ગાંવ કી ઓર કાર્યક્રમ યોજાયો
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
વિવિધ યોજનાઓનો લાભ અપાયો
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે Good Governance Week અંતર્ગત પ્રશાસન ગાવ કી ઓર 2025ની ઉજવણીનો પ્રારંભ તા. 24 ડિસેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા મુજબ આ ઉજવણી તા.19 ડિસેમ્બર 2025 થી 25 ડિસેમ્બર 2025 દરમ્યાન સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે.
દઢાલ ખાતે યોજાયેલા કાર્યક્રમનું ઉદ્ઘાટન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન 9 ક્લસ્ટર ગામોના સરપંચ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન સાથે સ્થળ પર જ લાભ આપવામાં આવ્યા હતા તેમજ ગ્રામ્ય સ્તરે પ્રશાસનને વધુ સુલભ અને પારદર્શક બનાવવાના હેતુ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
Latest Stories