અંકલેશ્વર: અષાઢી બીજે નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી શરૂ

અંકલેશ્વરના ભરુચી નાકા વિસ્તારમાં આવેલ હરિ દર્શન ટાઉનશિપ કમાલીવાડી ખાતે ભગવાન શ્રી જગન્નાથ રથ યાત્રાને લઈ તડામાર તૈયારીઓમા આયોજકો જોડાયા છે

New Update

અંકલેશ્વરના ભરુચી નાકા વિસ્તારમાં આવેલ હરિ દર્શન ટાઉનશિપ કમાલીવાડી ખાતે ભગવાન શ્રી જગન્નાથ રથ યાત્રાને લઈ તડામાર તૈયારીઓમા આયોજકો જોડાયા છે

છેલ્લા 21 વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ હરિ દર્શન ટાઉનશિપ કમાલીવાડી સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે સતત 22માં વર્ષે આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાને લઇ તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.7મી જુલાઇ અને રવિવારના રોજ ૧૧:30 કલાકે મંદિર ખાતેથી રથયાત્રા નીકળી ભરૂચી નાકા,જયોતિ ટોકિસ,ચૌટા બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી સેલાડવાડ થઈ પાંજરાપોળ થઈ મંદિરે પરત આવશે જે રથયાત્રાને લઈ યજ્ઞ,મહા પ્રસાદી,ભજન,મહા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે હાલ આયોજકો દ્વારા મંદિર ખાતે રથને શણગાર કરવામાં આવી રહ્યો છે.અને આયોજકો દ્વારા ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Latest Stories