New Update
ભરૂચ કલેકટરને કરવામાં આવી રજુઆત
અંકલેશ્વરની સ્વપ્ન વિહાર સોસા.ના રહીશો દ્વારા રજુઆત
વરસાદી પાણીના નિકાલ અંગે કરાય રજુઆત
પાણીનો નિકાલ ન થતો હોવાથી સમસ્યા
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ સ્વપ્ન વિહાર સોસાયટીમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલની માંગ સાથે કલેકટરને રજુઆત કરવામાં આવી છે. અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ ઉપર આવેલ વોર્ડ નં.૧ની સ્વપ્ન વિહાર સોસાયટીના રહીશો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યા અનુસાર સોસાયટી અંદાજીત ૨૦ વર્ષ અગાઉ બની છે. આ સોસાયટીને દર વર્ષે વરસાદી પાણી તથા રેલનાં પાણીનું વ્યાપક પ્રમાણમાં નુકશાન થતુ આવ્યુ છે.
અંકલેશ્વર નગરપાલિકા ઘ્વારા પણ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલ સ્વપ્ન વિહાર સોસાયટીની બાજુમાં જે પ્લોટ હોય જેમાથી વરસાદી પાણીનો નિકાલ થતો હતો અને એ પાણી સીધુ નર્મદા નદીમાં ભળતુ હતું જો કે તે પ્લોટ પર મોટા પ્રમાણમાં પુરાણ કરી જમીનનું લેવલ ઉપર કરવાની કામગીરી ચાલુ હોય જેથી આવનાર સમયમાં સોસાયટીમાં ચોમાસા દરમીયાન પાણીનો નિકાલ રોકાઈ જશે જેનાથી મોટુ નુકશાન થવાની ભીતિ છે ત્યારે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.
Latest Stories