New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજન
પ્રાંતીય લોકનૃત્ય પ્રદર્શન યોજાયું
વિદ્યાર્થીઓએ રજૂ કરી સાંસ્કૃતિક કૃતિ
આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર ખાતે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા પ્રાંતીય લોકનૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
ભારતનો સાંસ્કૃતિક વારસો અને પરંપરા જળવાય તે હેતુસર વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા સંસ્કૃતિ બોધ પરિયોજના પ્રકલ્પ અંતર્ગત પ્રાંતીય લોકનૃત્ય પ્રદર્શનનું અંકલેશ્વરના ડી.એ.આનંદપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલ, રિદ્ધિ ફાર્માના કિરણ મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ વિભાગના સંઘચાલક બળદેવ પ્રજાપતિ, વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ભરત મોદી, શ્રી માધવ વિદ્યા નિકેતન ટ્રસ્ટના પ્રમુખ નાથુભાઈ દોરીક,જેન્તીભાઈ પરસુખીયા સહિતના આગેવાનો તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
Latest Stories