New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
વીજ કંપની દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન
રેલી અંદાડા-છાપરા સહિતના વિસ્તારોમાં ફરી
મોટી સંખ્યામાં વીજકર્મીઓ જોડાયા
પ્લે કાર્ડ સાથે જાગૃતિ લાવવાનો પ્રયાસ
અંકલેશ્વરના ગડખોલ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વીજ સલામતી તેમજ વીજ અકસ્માત ટાળવા માટે તેમજ લોકોમાં જન જાગૃતિ લાવવાના હેતુ સાથે અંકલેશ્વરના ગડખોલ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલી ગડખોલ,અંદાડા અને છાપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી હતી.રેલી દરમ્યાન DGVCLના કર્મીઓએ હાથમાં વીજ સલામતીના પ્લે કાર્ડ દર્શાવી લોકોને જાગૃત કર્યા હતા. આ સાથે જ વીજ ઉપકરણો કેવી રીતે ઉપયોગમાં લેવા તે વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Latest Stories