New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
અષાઢી બીજના પાવન પર્વે આયોજન કરાયું
ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી
મોટી સંખ્યામાં લોકો જોડાયા
પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજરોજ અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા
આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર ઠેર ઠેર ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ફાયર સ્ટેશન નજીકથી પણ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઇ હતી જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા હતા.આ રથયાત્રા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ભગવાન દર્શન આપવા ઘરે આવતા ભક્તોએ અશ્રુભીની આંખે તેઓના દર્શન કર્યા હતા. રથયાત્રા દરમિયાન ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.
Latest Stories