New Update
આવતી કાલે રવિવારના રોજ ભરૂચ રનિંગ ક્લબ અને અન્ય રનિંગ ક્લબો દ્વારા રેવા મેરાથોન ૨.૦ આયોજન કરવામાં આવ્યું છે.એક પેડ માં કે નામની થીમ પર આયોજિત મેરેથોનમાં મોટી સંખ્યામાં દોડવીરો ભાગ લેશે
રેવા સોશ્યલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ,અંકલેશ્વર બાઈસીકલ અને રનર્સ સહીતના ક્લબો દ્વારા રન ફોર નર્મદા મૈયા અને એક પેડ માં કે નામ અને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ વધે તેવા ઉદ્દેશ સાથે આવતી કાલે રવિવારના રોજ વહેલી સવારે રેવા મેરાથોન ૨.૦નું આયોજન કરવામાં આવ્યું છે.જે મેરેથોન ૨.૦નો આજરોજ એકસ્પો યોજાયો હતો.જયારે આવતી કાલે યોજાનાર ૩ અને ૫ કિલોમીટર તેમજ ૧૦,૧૬ અને ૨૧ કિલોમીટરની મેરેથોનમાં ૩ હજારથી વધુ રનર્સ જોડાશે.મેરેથોન અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે
Latest Stories