New Update
અંકલેશ્વરમાં રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ ચેરીટેબલ ટ્રસ્ટનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે રેવ મેરેથોન ટુની પણ જાહેરાત કરવામાં આવી હતી
અંકલેશ્વરમાં પર્યાવરણના જતનના હેતુસર કાર્યરત રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેટેબલ ટ્રસ્ટનો શપથ ગ્રહણ સમારોહ અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલ ખાતે યોજાયો હતો. ટ્રસ્ટના ચેરમેન તરીકે રિદ્ધિ ફાર્માના હિરેન મોદીની વરણી કરવામાં આવી છે. આ સાથે જ વિવિધ જાહેરાત પણ કરવામાં આવી હતી જેમાં રેવા મેરેથોન ટુનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આવનાર તારીખ પહેલી ડિસેમ્બરના રોજ રેવા મેરેથોન યોજાશે જેમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે. પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપાણ, મેરેથોન દોડ સહિતના કાર્યક્રમ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ત્યારે આ ગતરોજ યોજાયેલા કાર્યક્રમમાં ટ્રસ્ટના સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા