New Update
અંકલેશ્વર શહેરમાં દશામાંની શોભાયાત્રા પોલીસે અટકાવતા મામલો ગરમાયો હતો,અને પોલીસે ડિજે સિસ્ટમ પણ બંધકરાવી દેતા ભક્તોએ પોલીસ મથક ખાતે હોબાળો મચાવ્યો હતો.
અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ ખાતે શનિવારની રાત્રીએ ભક્તો દ્વારા ડિજે સાથેની દશામાંની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જોકે શોભાયાત્રાની પરમિશન ન હોવાના કારણે પોલીસે યાત્રાને અટકાવી હતી અને ડિજે સિસ્ટમ જપ્ત કરી લેતા મામલો બિચક્યો હતો, ભક્તો દશામાંની મૂર્તિ સાથે શહેર A ડિવિઝન પોલીસ મથક ખાતે ધસી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો, ત્યારબાદ પોલીસ દ્વારા ડિજે સિસ્ટમ પરત આપીને શોભાયાત્રાની પરમિશન આપવામાં આવ્યા બાદ મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
Latest Stories