અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા RRR સેન્ટર શરૂ કરાયા,લોકો પોતાના માટે બિન ઉપયોગી પરંતુ અન્ય માટે ઉપયોગી વસ્તુ મૂકી શકે છે

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરના ભરૂચીનાકા અને સ્ટેશન વિસ્તારમાં સ્વરછતા સર્વેક્ષણ અંતર્ગત રીડયુઝ, રી-યુઝ અને રીસાયકલના સુત્ર સાથે એટલે કે આર.આર.આર. ના સુત્રને અનુસરીને એક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદનનો નવતર પ્રયોગ

  • ભરૂચીનાકા વિસ્તારમાં શરૂ કરાયુ સેન્ટર

  • રીડયુઝ, રી-યુઝ અને રીસાયકલના સુત્ર સાથે સેન્ટર શરૂ કરાયુ

  • લોકો પોતાના માટે બિન ઉપયોગી વસ્તુ મૂકી શકે છે

  • જરૂરિયાત મંદો આ વસ્તુઓનો લાભ મેળવી શકે છે

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ભરૂચીનાકા અને સ્ટેશન વિસ્તારમાં આર.આર.આર. સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જે અંતર્ગત લોકો પોતાના માટે બિનજરૂરી હોય જો કે અન્ય લોકો માટે કામ આવે તેવી વસ્તુઓ મૂકી શકે છે
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરના ભરૂચીનાકા અને સ્ટેશન વિસ્તારમાં સ્વરછતા સર્વેક્ષણ અંતર્ગત રીડયુઝ, રી-યુઝ અને રીસાયકલના સુત્ર સાથે એટલે કે આર.આર.આર. ના સુત્રને અનુસરીને એક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જેમાં લોકો પોતાના માટે બિનજરૂરી હોય અને અન્ય લોકોને કામ આવે તેવી વસ્તુઓ જેવી કે કપડા, રમકડા, ચંપલ, બોટલ, લંચ બોક્સ, અલગ અલગ વિષયોની પુસ્તકો, વોકર, ચશ્માં, પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ, કાચની ક્રોકરી સહિતની ચીજ વસ્તુઓ મૂકી શકે છે.
આ વસ્તુઓનો જરૂરિયાતમંદ લોકો ઉપયોગ કરી શકે એવા ઉમદા આશય સાથે આ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.સેન્ટરના પ્રારંભ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત સ્થાનિક નગર સેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સેન્ટરમાં લોકો જૂની વણજોઈતી પરંતુ બીજાને કામ આવે તેવી સ્થિતિના વસ્ત્રો, બુક, રમકડા સહિતની તમામ વસ્તુઓ મુકી જઈ શકે છે, અને જરુરીયાતમંદ લોકો પોતાની જરૂરિયાતની તમામ વસ્તુ વિના મુલ્યે કોઈને પણ પુછ્યા વગર લઈ શકે છે.
Read the Next Article

ભરૂચ: અંકલેશ્વરના પિલુદ્રા અને હાંસોટના ખરચ ગામેથી દીપડો પાંજરે પૂરતા હાશકારો

વનવિભાગ દ્વારા દીપડાના ફૂટ પ્રિન્ટના આધારે બે જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.જે પાંજરામાં ગત રાત્રે અંદાજિત ચાર વર્ષીય દીપડો પંજારે પુરાયો

New Update
Kharach Village
ભરૂચ જિલ્લામાં જંગલમાંથી ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણી પ્રયાણ કરી રહ્યા છે.ત્યારે અંકલેશ્વર તેમજ હાંસોટ તાલુકાના ગામોમાં દીપડા નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના પીલુદ્રા ગામે દીપડાની અવરજવર થતા ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.વનવિભાગ દ્વારા દીપડાના ફૂટ પ્રિન્ટના આધારે બે જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.જે પાંજરામાં ગત રાત્રે અંદાજિત ચાર વર્ષીય દીપડો પંજારે પુરાયો હતો.દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.જોકે હજુ પણ દીપડા હોવાથી વનવિભાગ દ્વારા વધુ પાંજરા ગોઠવી દીપડાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

તો બીજી તરફ હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક આવેલ બિરલા કંપનીમાં દીપડો નજરે પડતા વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં 2 જુલાઈના રોજ અંદાજિત બે વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો,અગાઉ પણ આ બિરલા કંપનીમાંથી બે જેટલા દીપડા પાંજરે પુરાયા હતા.આ બંને દીપડાની તબીબી તપાસ બાદ જંગલમાં મુક્ત કરવામાં આવ્યા હતા.