અંકલેશ્વર: RSS દ્વારા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાનનો કરાયો પ્રારંભ

પંચ પરિવર્તન પ્રકલ્પની માહિતી દરેક ઘર સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો

New Update
Sangh Centenary Year
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • આર.એસ.એસ.દ્વારા પ્રારંભ કરાયો

  • સંઘ શતાબ્દી વર્ષની કરવામાં આવી ઉજવણી

  • ઘર ઘર સંપર્ક અભિયાનનો પ્રારંભ

  • સંઘના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે અંકલેશ્વરમાં ઘર ઘર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પંચ પરિવર્તનના પ્રકલ્પના ઉદ્દેશો અંગે લોકોને માહિતી આપવામાં આવી રહી છે.
સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે પંચ પરિવર્તન પ્રકલ્પની માહિતી દરેક ઘર સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાનનો શુભ પ્રારંભ અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામથી કરવામાં આવ્યો હતો.આ અભિયાનનો પ્રારંભ  ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી રાજેશ્વર મહારાજની ઉપસ્થિતિમાં કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન પંચ પરિવર્તન પ્રકલ્પના ઉદ્દેશ્યો અને તેના સામાજિક મહત્વ અંગે વિગતવાર માહિતી લોકોને આપવામાં આવી હતી.
આ પ્રસંગે અંકલેશ્વર તાલુકાના વિવિધ ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા  રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના જણાવ્યા અનુસાર, આ અભિયાન દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અને સંઘના શતાબ્દી વર્ષની ભાવનાને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Latest Stories