અંકલેશ્વર: ગ્રામ્ય પોલીસે પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીની કરી ધરપકડ

પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે વોન્ટેડ બુટલેગર જતીન વસાવા પોતાના ગામમાં જ છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તેના ગામમાંથી જ તેને ઝડપી પાડ્યો

New Update
Wanter Accused Arrest
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામની સિલ્વર સિટી-3 સોસાયટીમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન, પોલીસે શાંતિદેવી દિલીપ મંડલ નામની મહિલાને વિદેશી દારૂની 35 બોટલ અને એક ફોન સાથે ઝડપી પાડી હતી. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત 25,000 થી વધુ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ વિદેશી દારૂ શાંતિદેવીને સેંગપુર ગામના કુવાડી ફળિયામાં રહેતા જતીન વસાવા નામના બુટલેગરે પૂરો પાડ્યો હતો.
ત્યારબાદ, પોલીસે જતીન વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો અને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આજરોજ અંકલેશ્વર તાલુકા પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે વોન્ટેડ બુટલેગર જતીન વસાવા પોતાના ગામમાં જ છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તેના ગામમાંથી જ તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories