અંકલેશ્વર: ગ્રામ્ય પોલીસે કાપોદ્રા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા,5 જુગારીઓની ધરપકડ

અંકલેશ્વરના કાપોદ્રા ગામની હદમાં આવેલ નવજીવન હોટલ નજીક ખુલ્લામાં જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા....

New Update
Ankleshwar Rural Police
અંકલેશ્વર તાલુકા પોલીસે કાપોદ્રા ગામની હદમાં આવેલ નવજીવન હોટલ નજીક ખુલ્લામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને 12 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં.
અંકલેશ્વરના કાપોદ્રા ગામની હદમાં આવેલ નવજીવન હોટલ નજીક ખુલ્લામાં જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 12 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને જુગારી મોહંમદ સબલુ ઉર્ફે શાહબુદ્દીન મોહંમદ હલીમ શેખ,જયકુમાર કણસાગર,મોહમ્મદ ઉમર અહેમદ અલી શેખ સહિત પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
Latest Stories