-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
સંસ્કારદીપ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું
-
જનની ચિંતન સભાનો 18મો વાર્ષિકોત્સવ યોજાયો
-
માતૃ ગૌરવ ઉજાગર કરતા કાર્યક્રમ યોજાયા
-
આમંત્રિતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં જનની ચિંતન સભા માતૃ ગૌરવ ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો,18માં વાર્ષિકોત્સવ નિમિત્તે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત સંસ્કારદીપ ટ્રસ્ટ દ્વારા જનની ચિંતન સભાનો 18મો વાર્ષિકોત્સવ યોજાયો હતો.
માતૃ ગૌરવ ઉજાગર કરતા આ કાર્યક્રમ અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો.જેમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતા સાથે યોગ-સંયોગ,સંગીતમય યોગ,બાળક ઝંખે સમય અને નૃત્ય,મોબાઈલનું જંતરમંતર, મોબાઈલના ગોટાળા,માતા એક જીવન શિક્ષિકા,ગરબો સહિતના કાર્યક્રમો યોજાયા હતા.જેમાં ભાગ લેનાર ઉત્સાહી સ્પર્ધકોએ સુંદર કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ કાર્યક્રમમાં જનની ચિંતન સભાના કન્વીનર સુધા વડગામા, સંસ્કારદીપના આચાર્ય દીપ્તિ ત્રિવેદી અને કો-કન્વીનર અંશુ તિવારી તેમજ ટ્રસ્ટના સભ્યો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.