અંકલેશ્વરમાં કરવામાં આવ્યું સ્વાગત
સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરાયુ
બારડોલીથી યાત્રાનો કરાયો છે પ્રારંભ
સરદાર જયંતીના ઉપલક્ષમાં નિકળી યાત્રા
સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલીથી તેમની 150મી જન્મજયંતીની પૂર્વે સરદાર સન્માન યાત્રા-2025નો પ્રારંભ થયો છે. 11 સપ્ટેમ્બરે બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતેથી 50 ગાડીના કાફલા સાથે આ યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું.આ યાત્રા આગામી 12 દિવસમાં ગુજરાતના 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામને આવરી લઈને 22 સપ્ટેમ્બરના રોજ પવિત્ર સોમનાથ ધામ ખાતે સમાપ્ત થશે.
આ યાત્રા અંકલેશ્વર ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હિંમત શેલડીયા,ભરતભાઈ પટેલ, પંકજ ભુવા સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાયા હતા.