ભરૂચમાં યોજાશે હરિપ્રબોધમ યુવા મહોત્સવ
તારીખ 5મી જનયુઆરીના રોજ આયોજન
મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાય સભા
પ્રબોધજીવન સ્વામીજી રહ્યા ઉપસ્થિત
હરિભક્તોએ સત્સંગનો લીધો લાભ
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રી સરદાર પટેલ વાડી ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પ્રબોધજીવન સ્વામી તા- 21 અને 22 એમ 2 દિવસ ભરૂચ-અંકલેશ્વરના મહેમાન બન્યા હતા.જે અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રી સરદાર પટેલ વાડી ખાતે ખાતે સમાજના આગેવાનો, ડોક્ટર, એડવોકેટ્સ, બિલ્ડર્સ, બિઝનેસમેન જેવા સમાજ સેવકોની હાજરીમાં ભવ્ય સભાનું આયોજન પ્રબોધજીવન સ્વામીજીના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું જેમાં હરિભક્તોએ ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લીધો હતો.
સભામાં પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીએ યુવા મહોત્સવ ઉજવવા પાછળનું મહત્વ સમજાવતા કહ્યું કે રૂપિયા, ધન,દોલત એ સાચી મૂડી નથી આપણી સાચી મૂડી એ આપણા બાળકો છે.પરિવારના સભ્યો વચ્ચે આત્મીયતાનું સર્જન થાયા,બાળકો માં-બાપનું કહેલું માને એના માટે હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન થવા જઇ રહ્યું છે.