અંકલેશ્વર: જોખમી રસાયણો યુક્ત કેમિકલ બેરલોનું ગેરકાયદેસર ધોવાણનું કૌભાંડ ઝડપાયું

અંકલેશ્વર  પોલીસને બાતમી મળી હતી કે હાઇવે પર આવેલ તાપી હોટલની સામે આવેલ પ્લોટ નં-૩૮મા એક ઇસમ બહારથી કેમિકલ યુક્ત બેરલો લાવી ગેરકાયદેસર રીતે વોશ કરે છે

New Update
અંકલેશ્વર નજીક હાઇવે પર તાપી હોટલ નજીકની ઘટના
જોખમી કેમિકલ યુક્ત બેરલોનું થતું હતું ધોવાણ
કેમિકલ યુક્ત પાણી જાહેરમાં વહયું
જીપીસીબીની ન લેવામાં આવી હતી મંજૂરી
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે કન્ટામીનેટેડ બેરલો લાવી ગેરકાયદેસર રીતે વોશીંગ ક૨તા ઇસમ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર  બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ વી.કે.ભુતીયા અને સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે હાઇવે પર આવેલ તાપી હોટલની સામે આવેલ પ્લોટ નં-૩૮મા એક ઇસમ બહારથી કેમિકલ યુક્ત બેરલો લાવી ગેરકાયદેસર રીતે વોશ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસને શંકાસ્પદ લાગતા કેમીકલ જેવા પદાર્થની ખરાઈ કરવા માટે જી.પી.સી.બી.ના અધિકારીને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પુથ્થકરણ માટે નમુના લીધા હતા જે બાદ પૃથ્થકરણના અહેવાલમાં  કેમીકલમાં ઓકિસજન ડીમાન્ડનું પ્રમાણ વધારે જણાઈ આવ્યું હતું સાથે આ પ્લોટના ધારકે બોર્ડની જરૂરી મંજુરી મેળવ્યા વિના કંટામીનેટેડ ડ્રમ્સનું વોશિંગ કરતાં ઈસમ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગોડાઉનની પાછળ કેમિકલ યુક્ત પ્લાસ્ટિકનો જથ્થો પણ નજરે પડ્યો હતો તો શું તેના વોશિંગ માટે સક્ષમ અધિકારીની મંજૂરી મળી છે કે કેમ તેવા સવાલો પણ ઉદભવ્યા છે.
Latest Stories