New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
જીનવાલા સ્કૂલ ખાતે આયોજન
શાળા વિકાસ સંકુલ કક્ષાનો કલા ઉત્સવ યોજાયો
35 શાળાના 80 વિદ્યાર્થીઓએ લીધો ભાગ
અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે શાળા વિકાસ સંકુલ કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો જેમાં અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા હાંસોટ અને નેત્રંગ તાલુકાની 35 હાઈસ્કૂલોના 80 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓની કલાશક્તિની પીછાણ કરવા તથા તેઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુસર જીસીઇઆરટી ગાંધીનગર, તથા જિલ્લાશિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ક.મા મુન્સી શાળા વિકાસ સંકુલ કક્ષાના કલા ઉત્સવનું વિકસિત ગુજરાત 2047 થીમ આધારીત અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ કલા ઉત્સવમાં ચિત્ર ,કાવ્ય,સંગીત,હળવું કંઠ્ય સંગીત ,ગાયન અને વાદન સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો ,કલા ઉત્સવમાં નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત ,જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચના એજ્યુકેશન ઇન્સ્પેકટર પ્રદીપ પટેલ અને નગર માધ્યમિક સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.
આ કલા ઉત્સવમાં અંકલેશ્વર ,હાંસોટ, ઝઘડિયા ,વાલિયા અને નેત્રંગ તાલુકાની 35 હાઈસ્કૂલોના ધોરણ 9 થી 12ના 80 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ પ્રસંગે શાળા વિકાસ સંકુલના કન્વીનર અને જીનવાલા હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વર પરમાર સહીત પાંચ તાલુકાની હાઈસ્કૂલોના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories