અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામના આરવ પટેલની સ્ટેટ ફૂટબોલ ટીમમાં પસંદગી

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એશો.દ્વારા હાલમાં કેમ્પ યોજાશે જેમાં પસંદગી પામનાર ખેલાડીઓને પ્રી નેશનલ લેવલના કેમ્પમાં સ્થાન આપવામાં આવશે.આ સિદ્ધિ બદલ આરવ પટેલે તેના પરિવારજનો અને કોચનો આભાર વ્યક્ત કર્યો..

New Update
ભરૂચના હાંસોટના ઇલાવ ગામનું ગૌરવ
14 વર્ષીય આરવ પટેલની સ્ટેટ ફૂટબોલ ટીમમાં પસંદગી
તાલુકા અને જિલ્લા બાદ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યો
સ્ટેટ લેવલ બાદ પ્રી નેશનલ કેમ્પમાં જશે
ફૂટબોલમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની ઇરછા 
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામના આરવ પટેલની ગુજરાત સ્ટેટ ફૂટબોલ સબ જુનિયર ટીમમાં પસંદગી થઈ છે હાલના બાળકોને ક્રિકેટનું ઘેલું લાગ્યું છે ત્યારે અંકલેશ્વરના 14 વર્ષબ વિદ્યાર્થીએ ફૂટબોલની રમતમાં કાઠુ કાઢ્યું છે.
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામના અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા જીગ્નેશ પટેલના પુત્ર આરવ પટેલની ગુજરાત સ્ટેટ ફૂટબોલ સબ જુનિયર ટીમમાં પસંદગી થઈ છે.આરવ હાલ સી.એમ.એકેડમીમાં અભ્યાસ કરે છે તેને નાનપણથી જ ફૂટબોલ રમવાનો ઘણો શોખ હતો અને તે તાલુકા અને જિલ્લા કક્ષાએ પસંદગી પામ્યા બાદ હવે તેની રાજ્યની ફૂટબોલ જુનિયર ટીમ માટે પસંદગી થઈ છે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એશો.દ્વારા હાલમાં કેમ્પ યોજાશે જેમાં પસંદગી પામનાર ખેલાડીઓને પ્રી નેશનલ લેવલના કેમ્પમાં સ્થાન આપવામાં આવશે.આ સિદ્ધિ બદલ આરવ પટેલે તેના પરિવારજનો અને કોચનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ ફૂટબોલમાં ભારતીય ટીમમાં પસંદગી પામવાની તેની ઇરછા છે.સ્ટેટ લેવલની ટીમમાં પસંદગી થતા આરવના ઘરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.પરિવારજનોએ કેક કાપી ઉજવણી કરી હતી.
#Connect Gujarat #Ilav village #ઇલાવ ગામ #ફૂટબોલ #સ્ટેટ ફૂટબોલ ટીમ #State Football Team #Arav Patel
Here are a few more articles:
Read the Next Article