New Update
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર શ્રી હરિ પ્રબોધમ યુવા મહોત્સવ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તારીખ 4 અને 5 મી જાન્યુઆરીના રોજ યોજાનાર યુવા મહોત્સવ અંગેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી.
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પાસેના એરપોર્ટ નજીકના ગ્રાઉન્ડ માં આગામી 4 અને 5 મી જાન્યુઆરીના રોજ શ્રી હરિ પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ગુરુહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીના 91માં પ્રાગટ્ય પર્વને અનુલક્ષીને આ મહોત્સવ યોજાશે.કાર્યક્રમના પ્રથમ દિવસે મહારક્તદાન શિબિર યોજાશે તો બીજા દિવસે સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.બે દિવસ યોજાનાર કાર્યક્રમ દરમિયાન 1.50 લાખ લોકોની મહાપ્રસાદી માટે વિશેષ 10 વિધામાં રસોઈઘર બનાવામાં આવ્યું છે.છેલ્લા એક મહિના થી 300 સ્વયંમ સેવકો સેવા આપી રહ્યા છે.
મહોત્સવ દરમિયાન 6000 થી વધુ સ્વયંસેવકો સેવા આપશે. મેડિકલ ટીમ સાથે વિવિધ વ્યવસ્થા ઉભી કરાઈ છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલ , રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવી સહીત સંતો અને મહંતો ઉપસ્થિત રહેશે. 200 વિંધા જમીન પર વિશાળ મંડપ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સમગ્ર ભારતમાંથી 1.50 લાખ હરિ ભક્તો આવવાના અંદાજ સાથે અમેરિકા, કેનેડા, યુ.કે. જર્મની, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સહીત 15 દેશો માંથી 2500થી વધુ વિદેશી ભક્તો પણ જોડાશે.સંતોના માર્ગદર્શન હેઠળ છેલ્લા 36 દિવસથી કલકત્તાના બંગાળી કારીગરો દ્વારા સ્ટેજ ઉભો કરવાની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે
Latest Stories