અંકલેશ્વર : એમ.એસ.જોલી ઓડિટોરિયમ-પાનોલી ખાતે મ્યુઝિકલ મીટમાં ઉદ્યોગપતિ અનુરીત જોલી સહિતના ગાયકોએ સદાબહાર ગીતો રજૂ કર્યા, શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા

ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર, અંકલેશ્વરના પાનોલી GIDC સ્થિત એમ.એસ.જોલી ઓડિટોરિયમ ખાતે ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા સદાબહાર ગીતોના સથવારે અંકલેશ્વર મ્યુઝિકલ મીટનું ભવ્ય આયોજન

New Update

અંકલેશ્વરના ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા આયોજન

MS જોલી ઓડીટોરીયમ-પાનોલીમાં યોજાય મ્યુઝિકલ મીટ

ગત વર્ષની જેમ આ વર્ષે પણ મ્યુઝિકલ મીટનું આયોજન

અનેક ગાયક કલાકારો હિન્દી સદાબહાર ગીતો રજૂ કર્યા

કલાકારો પોતાના સુમધુર કંઠે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા

કાર્યક્રમમાં ભેગી થયેલી મૂડી જરૂરિયાતમંદોને અપાશે

વડીલોનું ઘર અને HIV પોઝિટિવ લોકોને સહાય અર્પણ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી GIDC સ્થિત એમ.એસ.જોલી ઓડિટોરિયમ ખાતે ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા સદાબહાર ગીતોના સથવારે અંકલેશ્વર મ્યુઝિકલ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિ સ્વ. એમ.એસ.જોલીના ધર્મપત્ની અનુરીત જોલી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના કેટલાક શહેરોમાં જુદા જુદા ક્ષેત્રે કાર્યરત સંગીતપ્રિય લોકો સાથે જોડાયેલા છે. આ સંગીતપ્રિય લોકોના સમૂહ દ્વારા અનેક વખત ગીત-સંગીતના અનેક કાર્યક્રમો કરવામાં આવે છેત્યારે ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા અંકલેશ્વર મ્યુઝિકલ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાનોલી GIDC સ્થિત એમ.એસ.જોલી ઓડિટોરિયમ ખાતે અંકલેશ્વર મ્યુઝિકલ મીટ યોજાય હતી. સ્વ. એમ.એસ.જોલીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમજ માઁ સરસ્વતીજીની પ્રતિમા સમક્ષ દીપપ્રાગટ્ય કરી મ્યુઝિકલ મીટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે સ્વ. એમ.એસ.જોલીના જીવનની યાદગાર પળોના સંસ્મરણોને ડોક્યુમેન્ટરી રૂપે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્યભરમાંથી પધારેલા અનેક ગાયક કલાકારો હિન્દી સદાબહાર ગીતો શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા હતા.

પાનોલી GIDC સ્થિત એમ.એસ.જોલી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ મ્યુઝિકલ મીટમાં અનેક ગાયક કલાકારોએ પોતાના સુમધુર કંઠે ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સાથે જ સમાજની મુખ્યધારાથી હટી સેવાકાર્ય સાથે જોડાયેલ ભરૂચ કસક વિસ્તાર સ્થિત જય શ્રી જલારામ સેવા મંડળ દ્વારા સંચાલિત વડીલોનું ઘરના ટ્રસ્ટી જનક મહેતાનું સાલ ઓઢાડી સન્માન કરવા સાથે પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા રૂ. 51 હજારની સહાય અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ વડીલ રવિન્દ્રભાઈ અને લાઝરસભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક પીપલ લિવિંગ વિથ HIV એઇડ્સ સંસ્થાના પ્રમુખ સતિશ મિસ્ત્રીસહમંત્રી અને ઉપપ્રમુખ નીમીશા પટેલ અને સભ્ય મહાદેવ મહેતાનું સાલ ઓઢાડી સન્માન કરવા સાથે પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાને રૂ. 51 હજારની સહાય અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર કરણ જોલીશાક્ષી જોલીયુશિકા જોલીયોગેશ પારિકખુશ્બુ પંડ્યા તેમજ પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી.એસ.પટેલપંકજ ભરવાડાઅનિલ શર્મા સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશ ક્રિશ્વિયન દ્વારા કરવામાં આવ્યું હતું. મ્યુઝિકલ મીટના સફળ આયોજન બદલ આયોજક અને ઉદ્યોગપતિ અનુરીત જોલીએ સૌકોઈ ઉપસ્થિતોનો આભાર માન્યો હતો.

Latest Stories