અંકલેશ્વર: સારંગપુરના લક્ષમણ નગરમાં સાપ નિકળતા દોડધામ, જીવદયા પ્રેમી દ્વારા કરાયુ રેસ્ક્યુ

અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા હોવાના અનેક બનાવો બને છે ત્યારે આજે ફરી એકવાર અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં

New Update
vlcsnap-2024-11-25-09h46m53s262
અંકલેશ્વરના સારંગપુર ગામમાં આવેલ લક્ષ્મણ નગર સોસાયટીમાં સાપ નિકળતા જીવ દયાપ્રેમી દ્વારા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા હોવાના અનેક બનાવો બને છે ત્યારે આજે ફરીએકવાર અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં આવેલ લક્ષ્મણ નગર સોસાયટીમાં સાપ નીકળ્યો હતો.સાપને જોતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.આ અંગે જીવદયા પ્રેમીને જાણ કરવામાં આવતા જીવદયા પ્રેમી કમલેશ વસાવા પહોંચ્યા હતા અને સાપનું રેસ્ક્યુ કર્યું હતું. જીવદયા પ્રેમી દ્વારા સાપને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.રસલ વાઈપર નામના સાપનું જીવદયા પ્રેમી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
Latest Stories