New Update
/connect-gujarat/media/media_files/2026/03/08/ganjo-2026-03-08-15-00-56.jpg)
ભરૂચ એસ.ઓ.જીએ અંકલેશ્વર મંગલદિપ સોસાયટીમાંથી ૩ કિલો ૪૪૬ ગ્રામ ગાંજાનો સાથે મહિલાને 1.78 લાખથી વધુના મુદ્દામાલ સહિત ઝડપી પાડી હતી. નો ડ્રગસ ઇન ભરૂચ અંતર્ગત જીલ્લાના તમામ અધિકારીઓને જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ આપેલ સુચનાને આધારે ભરૂચ એસ.ઓ.જીના. પી.આઈ. એ.વી.પાણમીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતી સોનીકુમારી મુકેશ મંડલ પોતાના ઘરે ગાંજાનો સંતાડી રાખે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે ૩.૪૪૬ કિલો ગ્રામ 1.72 લાખ અને એક મોબાઈલ ફોન મળી કુલ 1.78 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સોનીકુમારી મંડલને ઝડપી પાડી હતી.ઓડિસાના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Latest Stories