New Update
/connect-gujarat/media/media_files/2026/02/05/bharuch-sog-police-2026-02-05-12-58-57.jpg)
ભરૂચ એસ.ઓ.જીએ અન્ય રાજ્યના પરવાનો ધરાવતા હથિયારી ગાર્ડને સિંગલ બેરલ બંદૂક અને જીવતા કારતુસ સાથે પકડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મામલતદાર કચેરી સામે આવેલ ફેડરલ બેન્ક ખાતે છેલ્લા દસ માસથી હથિયારી સિક્યુરિટી ગાર્ડ યુપીના હથિયાર પરવાનાને આધારે નોકરી કરે છે.અને ભરૂચ જિલ્લા માં કોઈ નોંધણી કરાવેલ નથી.જેવી બાતમીના આધારે પોલીસે બેન્ક ખાતે તપાસ કરતા હથિયારી ગાર્ડ જય સુરેન્દ્રનાથ મિશ્રાની હથિયારના પરવાનગી અંગે પૂછપરછ કરતા તેને સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી અને સ્થાનિક પોલીસમાં પણ આ અંગેની નોંધ નહીં કરાવી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંદકુ અને 5 જીવંત કારતુસ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories