New Update
/connect-gujarat/media/media_files/2025/10/02/umarwada-grampanchayat-2025-10-02-16-11-28.jpg)
આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે અંકલેશ્વરના ઉમરવાડા ગ્રામ પંચાયત ખાતે વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું. સરપંચ ઈમ્તિયાઝ માકરોડની અધ્યક્ષતામાં આ બેઠક રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/10/02/umarwada-village-2025-10-02-16-19-48.jpg)
આ બેઠકમાં તાલુકા પંચાયત સભ્ય સુરેખાબેન, તલાટી ભારત આહીર, મદદનીશ તલુકા વિકાસ અધિકારી ચેતના પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગ્રામસભામાં ગામના વિકાસ અને સામાજિક ઉત્થાનને લગતા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/10/02/umarwada-village-2025-10-02-16-20-00.jpg)
સામાજિક કાર્યકર જૂનેદ પાંચભાયાએ ગામને સ્પર્શતી ગંભીર સમસ્યાઓ પર અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું, જેમાં વનખાડીમાં રાસાયણિક પ્રદૂષણ, તળાવમાં માછલીઓના મોત અને ગામમાં પીવાના શુદ્ધ પાણીની તાત્કાલિક સમસ્યાઓનો સમાવેશ થાય છે.આ સમસ્યાના નિરાકરણની ગામસભામાં ખાતરી આપવામાં આવી હતી.
Latest Stories